GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના જામસર ગામે વાડીમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
WAKANER:વાંકાનેરના જામસર ગામે વાડીમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને માહિતી મળી કે, જામસર ગામના તળ વિસ્તારમાં આવેલ આરોપી મુકેશભાઈ મનસુખભાઈ દંતેસરીયા રહે. જામસર તા. વાંકાનેર વાળો પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખે છે. જેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા, તપાસ દરમ્યાન વાડીની અંદર શેઢા પાસે બાવળની ઝાડીમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હીસ્કીની બોટલ ૬ નંગ કિ.રૂ ૭,૮૦૦/- તથા કિંગફિશર બીયરના ટીન ૧૧ નંગ કિ.રૂ.૨,૬૪૦/- સહિત કુલ રૂ.૧૦,૪૪૦/-ના મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. રેઇડ સમયે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ફરાર વાડી માલીક આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.