GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ની રંગપર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત યોજાયો શેરી રમતોત્સવ.

WAKANER:વાંકાનેર ની રંગપર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત યોજાયો શેરી રમતોત્સવ.

 

 

રંગપર પ્રાથમિક શાળા ખાતે NEP- 2020 અંતર્ગત બેગલેસ- ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં નવરંગ નેચર કલબના પ્રમુખશ્રી ના માર્ગદર્શન અનુસાર વિવિધ લુપ્ત થયેલી શેરી રમતો રમાડવામાં આવી હતી. વિવિધ શેરી રમતો પૈકી કોથળાદોડ, ટાયર ફેરવવા, કુદવા, સામસામે ખેંચવા, ટાયર માંથી પસાર થવું, કમાન્ડો બ્રિજ,રસ્સા ખેંચ, દોરડા પર ચડવું, લંગડી દોડ, ફુગ્ગા ફોડવા, વર્તુળ કૂદ, આંખ પર પટ્ટી બાંધી અવાજની દિશા શોધ વગેરે રમતો રમાડવામાં આવેલ. સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી એમ એ શેરસીયા તથા સમગ્ર સ્ટાફ સૌરભભાઇ, હેતલબેન, કલ્પેશભાઈ દ્વારા વી. ડી. બાલા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!