WAKANER:વાંકાનેરના પંચાસિયા પ્રાથમિક શાળા ના આચાર્ય મહેબુબભાઈ માથકિયા ની બદલી થતા શાળા પરિવાર દ્વારા વિદાયમાન યોજાયો.

WAKANER:વાંકાનેરના પંચાસિયા પ્રાથમિક શાળા ના આચાર્ય મહેબુબભાઈ માથકિયા ની બદલી થતા શાળા પરિવાર દ્વારા વિદાયમાન યોજાયો.
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામમાં છેલ્લા 24 વર્ષથી પોતાની શિક્ષક તરીકે સેવા આપનાર આચાર્યશ્રી મહેબૂબ સાહેબની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો.જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક હાજીભાઈ બાદીતથા અહેમદભાઈ બાદી અનેપુર્વ એસ.એમ.સી.અધ્યક્ષ ઇરફાન ભાઈ ખાસ ઉપસ્થિતિ રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યઅધ્યક્ષ અને આચાર્ય દેવરાજભાઈ આલ,મદદનીશ શિક્ષક સેફુદીનભાઈ સિપાઇ,જયેશભાઇ ચમાર, નેહાબેન જાની, રિકલબેન ધેટિયા,સુલતાનાબેન સિપાઈ, મિનાજબેન વડાવીયા એ ખુબ જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા એસએમસી ના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ ખાસ ઉપસ્થિત રહી હતી. બાળકો અને શિક્ષકોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. આ તો કે સમગ્ર શાળા પરિવારે ભારે હૃદયે વિદાય આપી મહેબુબ સાહેબ સફળતાના શિખરો શર કરે તેવી શુભકામના આપી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળા ના તમામ બાળકો શાળા પરિવાર એ સાથે સમૂહ ભોજન કરી કર્યું હતું






