GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER વાંકાનેર સીટી પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા બે ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી.

WAKANER વાંકાનેર સીટી પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા બે ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફે દારૂના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને મંજૂરી મળતા, પોલીસે વોચ ગોઠવીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વાંકાનેરના હરસિદ્ધિ હોટલ પાસે રહેતા દિપાલ મુકેશભાઇ સંખેસરીયા (ઉં.વ. ૨૨) અને કેરાળા ગામના ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી (ઉં.વ. ૨૩) નો સમાવેશ થાય છે. આ બંને બુટલેગરોને અનુક્રમે ભાવનગર અને જૂનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દીધા છે.








