WAKANER:સૌનો સાથ કોટડા નાયાણી ગામનો વિકાસ!!! સૌપ્રથમ વાર સમરસ બનેલ ગામની ગ્રામ પંચાયતની બોડી દ્વારા કરાયા વિકાસના કામો
WAKANER:સૌનો સાથ કોટડા નાયાણી ગામનો વિકાસ!!! સૌપ્રથમ વાર સમરસ બનેલ ગામની ગ્રામ પંચાયતની બોડી દ્વારા કરાયા વિકાસના કામો
વાંકાનેર તાલુકાનું કોટડા નાયાણી ગામ જે 70 વર્ષમાં સૌપ્રથમ વખત સમરસ બન્યું છે એ પણ વાદવિવાદ વગર વિકાસ કાર્યને સ્થાન આપી રહ્યું છે જેમાં કોટડા નાયાણી ગ્રામ પંચાયતની બોડી ના સરપંચ સહિત ની બોડી એ વિવિધ યોજનાઓ અને ગ્રામજનોની એકતા સાથે દાતાઓના સહયોગથી વિકાસને સ્થાન આપ્યું છે જે અંગેની ઉપ સરપંચ ભગીરથ સિંહ જાડેજાએ અમારા પત્રકારને આપેલ ટૂંકી વિગતમાં જાણવા મળેલ હકીકત એવી છે કે કોટડા નાયાણી ગ્રામ પંચાયત માં હાલ સરપંચ તરીકે ચકુભાઈ ગોરીયા અને તેમની ટીમના સભ્યો માં ઉપ સરપંચ તરીકે ભગીરથ સિંહ જાડેજા,(કાળુભાઈ રાઠોડ સભ્ય) (રોશનબેન જેસાણી સભ્ય) (મહિપતસિંહ જાડેજા સભ્ય) (પ્રફુલાબેન જાડેજા સભ્ય) (બળદેવસિંહ જાડેજા સભ્ય) (નિર્મલા બેન લીીબાશિયા)
(ઉષા બા જાડેજા) (મંત્રીરહેમતબેન માથકીયા) વગેરે વિકાસ લક્ષ્ય કાર્યમાં વાદવિવાદ વગર એકતાના પ્રતીક કરવામાં આવી રહ્યા છે જેમાં મુસ્લિમ કબ્રસ્તાન અને હિન્દુ સ્મશાન ના વંડા નું કામ અને પાવર બ્લોકનું કામ સહિત આંગણવાડી માં પેવર બ્લોક સમગ્ર ગામમાં ભૂગર્ભ ગટર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર લીલા સૂકા કચરો કનેક્શન કરવા ની સાથે સ્વચ્છતા જાળવવા સહિત વાંકાનેરનું કોટડા નાયાણી રળિયામણું ગામ બને તેવા પ્રયાસોના ભાગરૂપે શાળા સ્કૂલ આંગણવાડી સહિત રોડ રસ્તા પાણી લાઈટ સહિત મુખ્ય મેન બજારમાં પેવર બ્લોક 16 એકર માં ગામ તળ મંજૂર કરાવી સરકારના વિકસિત કાર્યમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ની વિવિધ ગ્રાન્ટ ના માધ્યમથી વિકાસલક્ષી કાર્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે સમગ્ર ગામ જનો ની એકતા અને એક જૂથ સાથે 70 વર્ષમાં સૌપ્રથમ વખત સમરસ થયેલા ગામ કોટડા નાયાણી માં દાતાઓના સહયોગથી મુખ્ય ગ્રામ પંચાયત નજીક ગામનો જાપો બનાવવા માં કિરણ સિંહ જનકસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે જેથી કોટડા નયાળી ગામ વાંકાનેર પંથકમાં સૌથી રળિયામણું અને વિકસિત ગામ બને તેવા પ્રયાસો સમગ્ર બોડીના અને ગામજનોના રહ્યા છે જેથી ગ્રામ પંચાયત દ્વારા રોડ રસ્તા પાણી ભૂગર્ભ ગટર વિગેરે વિકસિત કાર્યોને વાદવિવાદ વગર એક જૂથ સાથે એકતાના પ્રતીક કરવામાં આવે છે જે સમગ્ર ગામની એકતા જ વિકસિત કાર્યનું સ્થાન મેળવી રહ્યું છે