GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના ઢુવા નજીક લગ્ન ન થતા શ્રમિક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

WAKANER:વાંકાનેરના ઢુવા નજીક લગ્ન ન થતા શ્રમિક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ ઢુવા ગામની સીમમાં સનશાઇન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સંદીપભાઇ સીઓનંદન શર્મા ઉવ.૩૫ના છેલ્લા ઘણા સમયથી પોતાના લગ્ન ન થતા હોવાને કારણે માનસિક તણાવમાં હતા. આ માનસિક સ્થિતિના કારણે સંદીપભાઈએ ગત તા.૧૮/૦૧/૨૦૨૬ના રોજ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.






