GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ફ્રીમાં નંબર વાળા ચશ્મા વિતરણ થશે

 

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખા દ્વારા નિશુલ્ક નંબર વાળા  ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન થયુ છે

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખા દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં નિશુલ્ક નંબર વાળા ચશ્મા વિતરણ આયોજન કરવામાં આવેલ છે આ તબક્કે અહીં જણાવેલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવેલ છે

*તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ સવારે ૯ થી ૧૨*
જામનગર ફેક્ટરી એસોસિએશન ઉદ્યોગ નગર.

*તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ સાંજે ૨ થી ૫*
જીઆઇડીસી ફેસ ટુ એસોસિયેશન દરેડ.

*તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ સવારે ૯ થી ૧૨*
શેરડી સાઈબાબા મંદિર ગાંધીનગર જામનગર સંપર્ક નંબર ૯૯૦૯૦૨૧૬૬૩ કનકસિંહ જાડેજા (માજી મેયર)

*તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૪ સવારે ૨ થી ૫*
ગુલાબ નગર જામનગર સંપર્ક નંબર ૯૯૦૪૦૪૦૮૩૮ નિકુલભાઈ ગઢવી.

આ ઉપરાંત રજીસ્ટ્રેશન માટે કાજલબેન ગનીયાણી ફો. ૯૧૦૬૩૪૬૩૬૮ તેમજ રેખાબેન જોશી ફો. ૯૯૨૫૦૭૮૫૩૩ નો સંપર્ક કરવા ઇન્ડિયન સોસાયટી જામનગર શાખા દ્વારા જામનગરના લોકોને અનુરોધ કરવામાં આવેલ છે. જરૂરિયાતમંદ સુધી આ કેમ્પ અંગે માહિતી પહોચાડવા પ્રેસિડેન્ટ બીપનભાઈ ઝવેરી, વાઇસ. પ્રેસિડેન્ટ ડો. અવિનાશભાઈ ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!