BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

પાલેજ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ચોમેર જળબંબોળની સ્થિતિ સર્જાવા પામી છે…

ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં મેઘાએ ધબદાટી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. ગતરોજ મોડી સાંજે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ગોરંભાયા બાદ ભારે વરસાદ તુટી પડયો હતો. ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે સાથે રોદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું. મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા પાલેજ ના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતા જોવા મળ્યો હતો.

ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઇ જવા પામ્યા છે. ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે. પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી હતી. પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. તો પુનઃ પાલેજ સ્થિત સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાલેજ નજીક આવેલા ટંકારીયા ગામમાં પણ તળાવ ઓવરફલો થતા ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા હતા…

સમીર પટેલ : ભરૂચ…

Back to top button
error: Content is protected !!