
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓનુ છઠ્ઠુ સ્નેહમિલન સંમેલન ગિરિમથકની ગોદમા યોજાઈ ગયુ.
વન જતન અને સંવર્ધન સાથે આજીવન પનારો પાડનારા વનકર્મીઓ સાહજિક રીતે જ વનો પ્રત્યે આકર્ષાતા હોય છે. ત્યારે સમયાન્તરે મળતા તેમના સ્નેહમિલન સમારંભનો આ પ્રસંગ સાપુતારાના આંગણે તાજેતરમા યોજાઈ ગયો. જેમા મોટી સંખ્યામા નિવૃત્ત વન અધિકારી/કર્મચારીઓએ તેમના કુટુમ્બ સહિત ઉપસ્થિત રહી, પરસ્પર આ સમારોહને માણ્યો હતો.દરમિયાન આયોજકોનુ યાદગાર આયોજન પ્રસંશનીય રહ્યુ. પ્રકૃતિ જતન તથા તેના સંવર્ધનમા નિવૃતિ બાદ પણ જોમ અને જુસ્સો યથાવત રહેતા, તેમની આ મક્કમતા પ્રેરણાદાયક બની રહી. વન જતન સંવર્ધન માટેનો સૌનો સહિયારો સંકલ્પ અનેરો રહ્યો. વન વૈભવના વારસાને જાળવવાના અને પ્રકૃતિના જતન બાબતે સૌ જાગ્રત રહીએ એ વિચારને સંકલ્પ બનાવવા સાથે, મનોરંજક કાર્યક્રમોની કલાક્રુતિ સાથે કાર્યક્રમનુ સમાપન કરાયુ હતુ.




