GUJARATPANCHMAHALSHEHERA

ખાણ ખનિજ વિભાગગેર કાયદેસર રેતી ભરેલા વાહનોની અટકાયત કરી 15 લાખનો મુદ્દા માલ ઝપ્ત કર્યો

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમ શહેરા તાલુકાના તાડવા ચોકડી પર પેટ્રોલિંગમાં નિકળી હતી. તે દરમિયાન આકસ્મીત તપાસ કરતા ત્રણ જેટલા ટ્રેકટર ગેર કાયદેસર રેતી ભરીને વહન કરી રહેલા પકડાયા હતા.પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમ તાડવા ચોકડી પર ઊભી હતી. તે દમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા રેતી ભરેલા ત્રણ ટ્રેકટરની અટકાયત કરી પૂછપરછ કરતાં અને જરૂરી ડોક્યુમેન્ટ માંગતા તેમણે સંતોષ કારક જવાબ અને ડોક્યુમેન્ટ ન આપતા ખાણ ખનિજ વિભાગની ટીમે ત્રણ ટ્રેકટરની અટકાયત કરી હતી. અને રૂપિયા ૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી . ત્યારબાદ પકડાયેલ મુદામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યા હતા. જેના કારણે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!