MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER રાજકોટ શહેરમાંથી ગુમ થયેલા સગીરવયનો બાળકને વાંકાનેર તાલુકા પોલીસે શોધી કાઢી તેના પાલક માતા-પિતા સાથે મિલન કરાવ્યું

WAKANER રાજકોટ શહેરમાંથી ગુમ થયેલા સગીરવયનો બાળકને વાંકાનેર તાલુકા પોલીસે શોધી કાઢી તેના પાલક માતા-પિતા સાથે મિલન કરાવ્યું

 

 

વાંકાનેર: રાજકોટ શહેરમાંથી ગુમ થયેલા સગીરવયનો બાળક વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામેથી મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે શોધી કાઢી તેના પાલક માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.


વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાગૃત નાગરીક દ્રારા ટેલીફોનીક જાણ કરેલ કે અગાભી પીપળીયા ગામેથી વાલીવારસ વગર સગીરવયનો બાળક મળી આવેલ છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા પોલીસ સ્ટાફે બાળકની કાલીધેલી ભાષા સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં રાજકોટ શહેર આજીડેમ લાપાસરી મામાદેવ મંદીર પાસે રહેતા અને છુટક કડીયાકામની મજુરી કરતા અનકરભાઇ પાંગલીયા મોહનીયા ઉવ.૨૫ મુળ રહે. બલોલા તા.પારા જી.જાંબવા(એમ.પી) વાળાને શોધી ખાત્રી કરતા આ સગીરવયનો બાળક છેલ્લા દોઢેક વર્ષથી તેની સાથે રહેતો હોય જે ખાત્રી કરી સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા ને સોંપી આપેલ હતો અને પાલક માતા-પિતા તેના બાળકને શોધતા હોય અને બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સફળતા મળેલ છે.

Back to top button
error: Content is protected !!