WAKANER:વાંકાનેરના માટેલ નજીક સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

WAKANER:વાંકાનેરના માટેલ નજીક સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલી એસ્કોન સિરામીકની લેબર ક્વાર્ટરમાં ૨૦ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપમૃત્યુની નોંધ મુજબ, મૃતક શીવાનીદેવી ચંદ્રપ્રસાદ રાજપુત ઉવ.૨૦ મૂળ ઉત્તરપ્રદેશના જાલૌન જીલ્લાના દદરિ ગામની વતની હતી અને હાલ માટેલ ગામની સીમમાં આવેલી એસ્કોન સિરામીક કંપનીના લેબર ક્વાર્ટરમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. ત્યારે દિવાળીના તહેવાર માટે વતનમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતાં મૃતક શીવાનીદેવીની માતાએ કહ્યું કે,“આ વર્ષે વતનમાં નહિ જવુ” એવી વાત કહી હતી. આ વાતથી યુવતીને મનોમન લાગી આવતા છેલ્લા દસ દિવસથી ઉદાસ તથા સુનમન રહેતી હતી અને બે દિવસથી તે કામ પર પણ જતી ન હતી. ત્યારે ગઈકાલ તા.૧૬ ઓક્ટોબરના રોજ બપોરના સમયગાળા દરમિયાન, શીવાનીદેવી એ રૂમ અંદરથી બંધ કરી પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






