WAKANER સમજાવવા જવું ભારે પડ્યું!! વાંકાનેરના દિઘલીયામાં યુવાન પર છરી વડે હુમલો

WAKANER સમજાવવા જવું ભારે પડ્યું!! વાંકાનેરના દિઘલીયામાં યુવાન પર છરી વડે હુમલો
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે એક લોહિયાળ ઘટના બની છે, જેમાં ભત્રીજા સાથે થયેલી બોલાચાલીમાં સમાધાન કરાવવા ગયેલા કાકા પર શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દિઘલીયા ગામના રહેવાસી રૂક્મુદીન હુશેન શેરશીયા (ઉ.વ. ૩૯) એ તે જ ગામના તન્વીર ગફાર ખલીફા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની હકીકત એવી છે કે આરોપી તન્વીરે રૂક્મુદીનના ભત્રીજા સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી હતી.ઝઘડો સમજાવવા જતાં હુમલો જ્યારે રૂક્મુદીન આ મામલે આરોપીને સમજાવવા અને ‘ઝઘડો ન કરવા’ માટે ગયા હતા, ત્યારે આરોપી તન્વીર ઉશ્કેરાઈ ગયો હતો. તેણે બિભત્સ ગાળો આપી, પોતાની પાસે રહેલી છરી વડે રૂક્મુદીન પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીને ડાબા ખંભાના ભાગે અને છાતીના ભાગે છરીના છરકા લાગતા ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના બાદ રૂક્મુદીન શેરશીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તન્વીર ગફાર ખલીફા વિરુદ્ધ આઈ.પી.સી. અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ અને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.










