MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર શહેરમાં રથયાત્રા સંદર્ભે ૨૭ જૂનના રોજ વૈકલ્પિક માર્ગો પર વાહનવ્યવહાર બાબતે જાહેરનામું બહાર પડાયું

WAKANER:વાંકાનેર શહેરમાં રથયાત્રા સંદર્ભે ૨૭ જૂનના રોજ વૈકલ્પિક માર્ગો પર વાહનવ્યવહાર બાબતે જાહેરનામું બહાર પડાયું

 

 

વાંકાનેર શહેરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાના રથયાત્રા વાંકાનેર શહેર વિસ્તારમાં ગ્રીનચોક ધર્મચોક, રસાલા રોડ, વાંઢા લીમડા ચોક ત્યાંથી જીનપરા જકાતનાકા મેઈન રોડ, જકાતનાકા હાઈવે તેમજ નેશનલ હાઇવે 8 એ પરથી વાંકાનેર મિલ પ્લોટ સુધી પસાર થનાર છે. વાંકાનેર શહેરના આ મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બહોળા પ્રમાણમાં રહેતી હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ મોરબી વાંકાનેર રાજકોટ તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી વાંકીયા ગામ થઈને નેશનલ હાઇવે તરફ આવી જઈ શકશે.

મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઈ રાતીદેવરીથી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુનું સ્ટેચ્યુથી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા, ટંકારા, જામનગર તરફ આવી જઈ શકશે.

રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી જડેશ્વર રોડથી મોરબી તરફ આવી જઈ શકશે. ટંકારા લજાઈથી આવતા વાહનો જડેશ્વર રોડ થઈ મોરબી તરફ આવી જઈ શકશે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

Back to top button
error: Content is protected !!