GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ના વિરપર નજીક તળાવ માં બે વ્યક્તિઓ ડુબી જતાં મોત
TANKARA:ટંકારા ના વિરપર નજીક તળાવ માં બે વ્યક્તિઓ ડુબી જતાં મોત
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ વિરપર ગામે બે વ્યક્તિ ઓ ડૂબી ગયાની વિગતો સામે આવી રહી છે.વિરપર પાસે આવેલ તળાવ અંદર બનેલ કોઝ વે પસાર કરી રહ્યા હતા. તે દરમ્યાન બે વ્યક્તિઓ ત્યાંથી પસાર કરી ને સામા છેડે રીક્ષા લેવા જય રહ્યાં હતાં.તે દરમિયાન તેઓ ડૂબી ગયા હતા.હાલ માં મોરબી ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ પ્રવિણભાઇ નરશીભાઈ સનાળીયા અને પ્રેમજીભાઈ ભગવાજીભાઈ સનાળીયા બંનેની ડેડ બોડી મળી આવી છે આતકે વિરપર ગામ સરપંચ મહેશભાઈ લીખિયા ગ્રામ પંચાયતના તમામ સભ્ય ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા નથુભાઈ કડીવાર ઘટનાસ્થળે હાજર રહ્યા હતા બીજી તરફ નાના એવા ગામમાં એક સાથે બબ્બે લોકોના તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.