WAKANER:પીડિત મહિલાને તેના બાળકો પરત અપાવવામાં વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રની મહત્વપૂર્ણ ભૂમિકા

WAKANER:પીડિત મહિલાને તેના બાળકો પરત અપાવવામાં વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રની મહત્વપૂર્ણ ભૂમિકા
વાંકાનેર તાલુકામાં રહેતી એક પીડિત બહેનના બાળકો તેના સાસુ–સસરા દ્વારા બળજબરીપૂર્વક પોતાની પાસે રાખી લેવામાં આવ્યા હતા. પતિના અવસાન બાદ પીડિત મહિલા પોતાના બાળકોને મળવા તેમજ તેમની સંભાળ રાખવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. આ બાબતે પીડિત મહિલાએ વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રમાં સંપર્ક સાધ્યો હતો.
મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સેલર શ્રી તેજલબા ગઢવી દ્વારા સમગ્ર કેસને સંવેદનશીલતા અને કાનૂની સમજ સાથે સંભાળવામાં આવ્યો. બંને પક્ષોને કાઉન્સેલિંગ આપવામાં આવી, કાયદાકીય હકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળકના હિતને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી.
મહિલા કાઉન્સેલર શ્રી તેજલબા ગઢવીના સતત પ્રયાસો અને અસરકારક હસ્તક્ષેપના પરિણામે અંતે વિધવા મહિલાને તેના બાળકો યોગ્ય રીતે પરત અપાવવામાં આવ્યા. બાળકોને પોતાની માતા સાથે પુનઃમિલન થતાં પીડિત મહિલાએ રાહતનો શ્વાસ લીધો અને મહિલા સહાયતા કેન્દ્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા મહિલાઓના હક્કો, માતૃત્વનો અધિકાર અને બાળહિતને પ્રાથમિકતા આપીને સમાજમાં ન્યાય અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.આમ, આ તકે સુરેન્દ્રનગરના મહિલા સરપંચશ્રી તથા ૧૮૧ મહિલા અભયમ નો પણ સહકાર મળ્યો હતો.







