નવસારી જિલ્લાના તાલુકાઓમાં ‘સ્વચ્છોત્સવ” કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
શોક્પિટનું ખાતમુહૂર્ત, સામુહિક સાફ સફાઈ, સ્વચ્છતા સાફ સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા
“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન અંતર્ગત આજરોજ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.

“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાન હેઠળ નવસારી જિલ્લામાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યેની જનજાગૃતિ વધારવા તથા લોકોમાં સ્વચ્છતા અભિયાન પ્રત્યે સક્રિય સહભાગિતા નિશ્ચિત કરવા વિવિધ આયોજનાત્મક કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે .



