WAKANER:વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
WAKANER:વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
મોરબી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ ટ્રસ્ટ મોરબી દ્વારા વાંકાનેર જીનપરા વસ્તીમાં મોરબી જિલ્લાનાં 16 માં ” શ્રી રામ બાલ સંસ્કાર કેન્દ્ર” નો વિધિવત પ્રારંભ થયો.સેવાવિભાગનાં ચાર આયામો માં થી એક શિક્ષણ આયામ દ્વારા ઉપેક્ષિત વિસ્તારોમાં વિવિધ સ્તરે બાળકો માટે બાલ સંસ્કાર,પાઠદાન કેન્દ્ર, વાંચનાલય , જોલા પુસ્તકાલય, ચલાવવામાં આવે છે.
અહીં કેન્દ્રમાં બાળકો સહાયક શિક્ષણની સાથે શારીરિક, બૌધિક, સામાજિક કુશળતાઓ પ્રાપ્ત કરી એક આદર્શ નાગરિક બનીને ઉભરે એ હેતુ રહેલો હોય છે.
કેન્દ્રોનાં સંચાલક બહેનો નું દર માસે બેઠક દ્વારા પ્રશિક્ષણ થાય છે.કેન્દ્રનાં પ્રારંભ કાર્યક્રમમાં વાંકાનેર જોગજતિ ઉપનગર સેવા પ્રમુખ સુંદરભાઈ નાવાણી, શિક્ષા સંયોજક લલિતભાઈ પાન્ડેજી તથા જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા ઉપસ્થિત રહ્યાં. કેન્દ્રનું સંચાલન બેન વિધિબેન પ્રવિણભાઇ ધરજીયા કરશે.