વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૧૨ : ગુજરાત સરકાર દ્વારા તા.૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૦૦૫ પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ બહાર પાડવામાં આવેલ હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ જિલ્લા કક્ષાએ ૨૦૦૫ પહેલાના શિક્ષકો માટે ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ જિલ્લા કક્ષાએ આનંદની ઉજવણી કરવાની સૂચના મળેલ. આ સૂચના અન્વયે તા. ૧૧/૧૧/૨૦૨૪, સોમવારના રોજ કચ્છ જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ ,કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચા, ત્રીજા વર્ગ કર્મચારી મહામંડળ, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ તેમજ સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા ઉપસ્થિતોને એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં આવી હતી. આ આનંદની ઉજવણીમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતુ ઠક્કર, નિલેશ ગોર,ધીરજ ઠક્કર, ઘનશ્યામસિંહ જાડેજા,મેહુલ જોષી, વિજય ગોર, હરિભા સોઢા, જયેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણ ભદ્રા, હાર્દિક ત્રિપાઠી, જયેશ સોલંકી, ચૈતન્ય આર્ય, અબ્દુલ ખત્રી સહિતના આગેવાનો ઉપરાંત જેમને આ જૂની પેન્શન યોજનાનો લાભ મળનાર છે એવા શિક્ષકો જોડાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાને પણ આગેવાનો દ્વારા મીઠું મોઢું કરાવાયું હતું. આ સાથે તેમને આભાર દર્શન પત્ર આપી રાજ્ય સરકારનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ સાથે ૨૦૦૫ પછીના કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ મેળવેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારબાદ અગ્રણીઓ અને શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ દ્વારા કચ્છ જિલ્લા પંચાયતના મેદાન બહાર ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં હતી.