GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો

WAKANER વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો

 

 

લોક કલાકાર શ્રી વિનોદ ડાયા બારોટના લોકડાયરાનો ગ્રામજનોએ આસ્વાદ માણ્યો

‘સેવા સેતુ’, ‘એક પેડ માં કે નામ’ વિવિધ કાર્યક્રમોની લોકગીતો સાથે લોકોને માહિતી અપાઈ

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.

જેના ઉપક્રમે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, સેવા સેતુ અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા.

કાર્યક્રમમાં લોકગીતોનો ગ્રામ સરપંચશ્રી, ૫૦ થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે લોક કલાકાર શ્રી વિનોદ ડાયા બારોટને ભોજપરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!