GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

WAKANER:વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

 

 

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાઈ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે વાંકાનેરમાં રાજ્ય સભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ કામદારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિકાસ સત્તાના ભાગરૂપે આયોજન કાર્યક્રમમાં વિવિધ સફાઈ કામદારોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સારવાર કરવામાં આવી હતી તથા સર્વે મહાનુભાવો દ્વારા હોસ્પિટલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાદેશિક કમિશનરશ્રી, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકાનો સ્ટાફ તથા સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!