GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:​”મેસરિયા ગામના ખેડૂતોનું વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન: કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનું સર્વે કરવા માંગ”

 

 

WAKANER:​”મેસરિયા ગામના ખેડૂતોનું વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન: કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનું સર્વે કરવા માંગ”

 

તાજેતરમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થયેલા માવઠાએ જગતના તાતની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને વ્યાપક નુકસાન થતા, આજે રોષે ભરાયેલા ખેડૂતોએ વળતરની માંગ સાથે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.


​તૈયાર પાક પર ફરી વળ્યું પાણી મેસરિયા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે જીરું, રાયડો, ચણા અને ઘઉં જેવા પાકો તૈયાર થઈ ગયા હતા. પરંતુ કુદરતની થપાટ સમાન માવઠું પડતા ખેતરોમાં તૈયાર પાક નાશ પામ્યો છે અથવા તેની ગુણવત્તા સાવ બગડી ગઈ છે. રાત-દિવસની મહેનત અને મોંઘા બિયારણના ખર્ચ બાદ મોંઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો પાયમાલ થવાની અણી પર છે.સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સર્વે કરવામાં આવે.​નુકસાનીના આધારે ખેડૂતોને યોગ્ય અને સત્વરે આર્થિક સહાય ચૂકવવામાં આવે.



​ખેડૂતોની આ લડતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા. રણછોડભાઈ થુલેટિયા અને અર્જુનસિંહ વાળાએ ખેડૂતોની વેદનાને વાંચા આપતા જણાવ્યું હતું કે, “ખેડૂતો પહેલેથી જ મોંઘવારી અને ખાતરના ઊંચા ભાવથી પરેશાન છે, ત્યારે આ કુદરતી આફતે ખેડૂતોની કમર તોડી નાખી છે. જો સરકાર વહેલી તકે સહાય જાહેર નહીં કરે તો ખેડૂતો માટે જીવવું મુશ્કેલ બનશે.”

Back to top button
error: Content is protected !!