GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘AAA ગ્રુપ’ દ્વારા સેવાનું અમૃત; શહેરમાં 5 સ્થળોએ ઠંડા પાણીના પરબ શરૂ

 

 

WAKANER:વાંકાનેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘AAA ગ્રુપ’ દ્વારા સેવાનું અમૃત; શહેરમાં 5 સ્થળોએ ઠંડા પાણીના પરબ શરૂ

 

​વાંકાનેર શહેરની સેવાકીય સંસ્થા અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ (AAA GROUP) દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા શહેરના મુખ્ય 5 વિસ્તારોમાં રાહદારીઓ માટે ઠંડા પાણીના પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે.

​આ સેવાકાર્યનો પ્રારંભ જૈન શાસનના નિયમ અનુસાર ૩ નવકાર મંત્ર ગણીને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વાંકાનેરના ઉત્સાહી ચીફ ઓફિસર શ્રી ધવલભાઈ વેકરીયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદહસ્તે અને AAA ગ્રુપના તમામ સભ્યોની હાજરીમાં પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

​નગરજનોની સુવિધા માટે નીચે મુજબના પાંચ સ્થળોએ પાણીના પરબ કાર્યરત કરવામાં આવ્યા છે:

ભાવિકા એન્ટરપ્રાઇઝ: રસાલા રોડ,​અજય ટ્રેડર્સ: દાણાપીઠ ચોક આગળ,​રામ રસ (શ્યામ વાડી આગળ): HDFC બેંક સામે,​સૌરાષ્ટ્ર હેર સલૂન: દિવાનપરા મેઈન રોડ,​આદ્યશક્તિ ટેલિકોમ: જીનપરા મેઈન રોડ, બાલમંદિર પાસે

​આ તમામ પરબ આગામી 100 દિવસ સુધી (જાહેર રજાઓ સિવાય) અવિરતપણે કાર્યરત રહેશે. AAA ગ્રુપ દ્વારા વાંકાનેરની પ્રેમાળ જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થાએ આ કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને ચીફ ઓફિસર સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!