MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર પોલીસને જોઈ બુટલેગરે ક્રેટા ભગાવી, બાઈક સવારને અડફેટે લઈ દારૂનો જથ્થો બિનવારસી છોડી ફરાર

 

WAKANER:વાંકાનેર પોલીસને જોઈ બુટલેગરે ક્રેટા ભગાવી, બાઈક સવારને અડફેટે લઈ દારૂનો જથ્થો બિનવારસી છોડી ફરાર

વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડીના ચાલકે પોલીસથી બચવા માટે બેફામ ગતિએ વાહન હંકારી એક મોટરસાયકલને અડફેટે લીધું હતું અને રાણેકપર ગામે દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો.

 



​મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે રાણેકપર ગામ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા (નંબર: GJ-36-AP-9297) ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈ જતાં ગાડીના ચાલકે પકડાઈ જવાના ડરથી વાહન ઉભું રાખવાને બદલે તેને પુરઝડપે ભગાવ્યું હતું.
​અકસ્માત સર્જી બુટલેગર છૂમંતર ​પોલીસથી બચવા માટે બુટલેગરે બેફીકરાઈથી ગાડી હંકારતા રસ્તામાં એક મોટરસાયકલ (નંબર: GJ-36-K-9423) ને જોરદાર અડફેટે લીધું હતું, જેના કારણે બાઈકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ આરોપી રાણેકપર ગામની સહકારી મંડળી સામે આવેલા ખુલ્લા પ્લોટમાં એક ટ્રેક્ટરની ટ્રોલી પાસે દારૂ ભરેલી કાર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
​કુલ મુદ્દામાલની વિગતો પોલીસે જ્યારે બિનવારસી હાલતમાં પડેલી ક્રેટા ગાડીની તલાશી લીધી, ત્યારે તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વિદેશી દારૂના ચપલા ૧૮૧૪ નંગ ,બીયર ટીન ૬૧ નંગ ,કુલ કિંમત ₹ ૪,૮૫,૦૬૦/- વાંકાનેર સીટી પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!