GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

WAKANER:વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ફર્સ્ટ લાઇક હોટલ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થો ૪ કિલો ૮૨૯ ગ્રામ કિં.રૂ. ૨,૪૧, ૪૫૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- વિગેરે મળી કુલ કિ.રૂ. ૨,૪૬, ૪૫૦ ના મુદામાલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, રમન રાજેશ સાહ રહે. ઝારખંડવાળો જેણે શરીરે ગ્રે કલરનુ કાળી બાયનુ જેકેટ તથા જીન્સનુ પેન્ટ પહેરેલ છે તે ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબ્જામાં રાખી વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ફર્સ્ટ લાઇક હોટલ સામે વેંચાણ કરવાની પેરવીમાં ઉભેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ આરોપી રમન રાજેશ સાહ (ઉ.વ.૨૬), રહે. હાલ-કારખાનાની મજુરોની ઓરડીમાં, રાતાવીરડા, તા.વાંકાનેર, જી.મોરબી, મુળ રહે. ઝારખંડવાળા પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો ૪ કિલો ૮૨૯ ગ્રામ કિ.રૂ. ૨,૪૧, ૪૫૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫,૦૦૦/- વિગેરે મળી કુલ કિ.રૂ. ૨,૪૬, ૪૫૦ નો મુદ્દામાલ મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૦ (બી) મુજબની કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવતા આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્રારા હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!