GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેરમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ, અન્ય એકની શોધખોળ

WAKANER:વાંકાનેરમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ, અન્ય એકની શોધખોળ
ભારતમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ પર હાર-જીતનો જુગાર રમતા એક શખ્સને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જલારામ જીન પાસે આવેલી મહાવીર સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. અહીં આરોપી જાહીદભાઈ ઇસ્માઇલભાઇ સીડા (ઉંમર ૪૦, રહે. ભાટીયા સોસાયટી) તેના મોબાઈલ ફોન પર ‘સલીમ’ નામના શખ્સને સોદા લખાવીને રનફેર પર જુગાર રમી રહ્યો હતો.
પોલીસે સ્થળ પરથી રૂપિયા ૨,૮૦૦ની રોકડ અને ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જાહીદભાઈની ધરપકડ કરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા સલીમ નામના શખ્સને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.








