GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ ફર્લો રજા જંપના પાકા કામના (આરોપી)ને વાંકાનેર પોલીસ ઝડપી લીધો 

WAKANER:રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ ફર્લો રજા જંપના પાકા કામના (આરોપી)ને વાંકાનેર પોલીસ ઝડપી લીધો

 

 

વાંકાનેર:રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામનો કેડી પેરોલ રજા લઈને જેલમાંથી છૂટી નિયત તારીખે જેલ ખાતે હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરી હોય તે આરોપીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા પકડી લઈ રાજકોટ જેલ હવાલે કર્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા તથા પેરોલ-ફર્લો જંપના આરોપીઓને પકડી પાડવા અવાર નવાર વિશેષ ડ્રાઇવનું આયોજન કરી આરોપીઓને પકડી પાડવા કડક સુચના કરવામાં આવતી હોય જે અન્વયે વાંકાનેર સીટી પોલીસ પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન અને સૂચના મુજબ સીટી પોલીસ ટીમ પ્રત્યનશીલ હોય ત્યારે મળેલ હકિકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામના કેદી શાહરૂખભાઇ શબ્બીરભાઇ દરજાદા રહે-૨૫ વારીયા વાંકાનેર વાળો ફર્લો રજા પર બહાર આવેલ હોય અને ફર્લો રજા પુર્ણ થતા જેલમાં હાજર થયેલ ન હોય અને ફરાર થયેલ જે પાકા કામના કેદીને વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ કરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!