WAKANER:વાંકાનેરના લીંબાળામાં જુગારધામ પર પોલીસનો દરોડો: ૭ શખ્સો ૧.૫૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

WAKANER:વાંકાનેરના લીંબાળામાં જુગારધામ પર પોલીસનો દરોડો: ૭ શખ્સો ૧.૫૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
વાંકાનેર: મોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડે વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં બાતમીના આધારે દરોડો પાડી એક વાડીના ઓરડામાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી સાત શખ્સોને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧,૫૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મળતી વિગત મુજબ, લીંબાળા ગામની સીમમાં આવેલી ‘દક્ષિણ-૦૯’ નંબરની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે મોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડે રેડ પાડતા જુગાર રમતા ઈસમોમાં ફફડાટ મચી ગયો હતો.ઝડપાયેલા આરોપીઓના નામ:૧. ઇરફાનભાઇ હનિફભાઇ બ્લોચ (મકરાણી) – રહે. ચન્દ્રપુર, વાંકાનેર
૨. દિપકભાઇ ઉર્ફે બટક દેવશીભાઇ હડાણી (કોળી) – રહે. જીનપરા, વાંકાનેર ૩. સંદિપભાઇ ઉર્ફે કાનો રમણીકભાઇ માણેક (લોહાણા) – રહે. કડીયાવાડ, વાંકાનેર ૪. મેહુલભાઇ વિનયચન્દ્ર મારૂ (લુહાર) – રહે. પુલ દરવાજા પાસે, વાંકાનેર
૫. આરીફભાઇ હનિફભાઇ બ્લોચ (મકરાણી) – રહે. લક્ષ્મીપરા, વાંકાનેર ૬. અમિતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકી (ખવાસ) – રહે. જીનપરા, વાંકાનેર ૭. વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ (કોળી) – રહે. વાંકાનેર આ રેડ દરમિયાન રાજુભાઇ કોળી (રહે. લીંબાળા) નામનો શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો, જેને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી જુગારના સાહિત્ય અને રોકડ મળી કુલ રૂ. ૧,૫૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તમામ આઠ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.









