WAKANER વાંકાનેરના ઓળ ગામની સીમમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ, 4.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

WAKANER વાંકાનેરના ઓળ ગામની સીમમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ, 4.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઓળ ગામની સીમમાં ચાલતા મોટા પાયાના ગેરકાયદે ખનન પર દરોડો પાડી રૂ. 4.10 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને સચોટ બાતમી મળી હતી કે ઓળ ગામની સીમમાં આવેલા હળવદ ધાર વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે ખાણ ખનીજ વિભાગને સાથે રાખી ઓચિંતી રેડ પાડી હતી.દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ભારેખમ મશીનરી અને ડમ્પરો મળી આવ્યા હતા. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:ડમ્પર (ખનીજ સહિત) GJ-36-X-9153 3,00,00,000 ,ડમ્પર GJ-36-X-8804 30,00,000,ડમ્પર GJ-36-V-9949 30,00,000
હિટાચી (Excavator – SY210-C-9) શેની કંપની 50,00,000,કુલ મુદ્દામાલ 4,10,00,000 હાલમાં પોલીસે આ તમામ વાહનો અને મશીનરી કબ્જે કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી રકમનો મુદ્દામાલ ઝડપાતા સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.











