WAKANER વાંકાનેરના સરતાનપર રોડપર સિરામિકના લેબર ક્વાર્ટરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

WAKANER વાંકાનેરના સરતાનપર રોડપર સિરામિકના લેબર ક્વાર્ટરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સિરામિકના લેબર ક્વાર્ટરમાંથી પોલીસે દારૂની ૨૯ બોટલ અને બીયરના ૧૪૪ ટીનનો જથ્થો કબજે લઈને એક ઈસમને ઝડપી લીધો છે તેમજ અન્ય એક ઇસમનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાનપર ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી લેબર ક્વાર્ટરમાંથી પોલીસે દારૂની ૨૯ બોટલ કીમત રૂ ૩૭,૫૦૦ બીયરના ૧૪૪ ટીન કીમત રૂ ૨૦,૨૮૦ તેમજ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૬૨,૭૮૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રાકેશ માનિકચંદ યાદવ રહે કમાન્ડર કારખાના લેબર કોલોની મૂળ રહે યુપી વાળાને ઝડપી લીધો છે જે દારૂનો જથ્થો આપનાર આરોપી પ્રવીણ શીવાભાઈ જોગરાજીયાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે







