GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેરના રાતાવીરડા ગામથી વિરપર સુધીના નવનિર્મિત આર.સી.સી. રોડનું નિરીક્ષણ કરતા રાજ્યસભા સાંસદ

WAKANER:વાંકાનેરના રાતાવીરડા ગામથી વિરપર સુધીના નવનિર્મિત આર.સી.સી. રોડનું નિરીક્ષણ કરતા રાજ્યસભા સાંસદ
(રીપોટર મોહસીન શેખ દ્વારા મોરબી)
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના નવનિર્મિત આર.સી.સી. રોડનુંતારીખ 16/01/2026ના રોજ રોડના કામની ગુણવત્તા અને પ્રગતિનું નિરીક્ષણ સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવ્યું રૂબરૂ મુલાકાત દરમિયાન તેમણે રોડના કામની ટેકનિકલ વિગતો ચકાસી હતી.
સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. રોડનું કામ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાની નેમ સાથે સાંસદશ્રી સતત કાર્યરત છે. આ રોડ બનવાથી સ્થાનિક વાહન વ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે.







