
મહીસાગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ‘હમારા સંવિધાન હમારા સ્વાભિમાન’ થીમ હેઠળ સંવિધાન દિવસની ઉજવણી.
અમીન કોઠારી મહીસાગર
ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલા ભારતના બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે ૨૬ નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા લોકજાગૃતિ કેળવવાના હેતુથી આ વર્ષે ‘હમારા સંવિધાન હમારા સ્વાભિમાન’ થીમ સાથે રાજ્યભરમાં સંવિધાન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીકયુશનની કચેરી અને મહિસાગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા લુણાવાડાની આદર્શ વિધાલય ખાતે સંવિધાન દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે સંવિધાન દિવસની ઉજવણીના હેતુ પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે જ, તેમણે વર્તમાન સમયની જરૂરિયાત એવા સાયબર ક્રાઇમ વિષે પ્રેરક ઉદ્દબોધન કરીને વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોને જાગૃત કર્યા હતા.સફિન હસને બંધારણમાં મળેલા હકો અને ફરજોનું પાલન કરીને એક સારા નાગરિક બનવા માટે સૌને હૃદયપૂર્વક અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન, સરકારી વકીલ એસ. આર. ડામોર દ્વારા ભારતના બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌમાં બંધારણ પ્રત્યે આદર અને ગૌરવની ભાવના જગાડી હતી.
આ પ્રસંગે આદર્શ વિધાલયના ટ્રસ્ટી ઋષિરાજ પંડ્યા, એજીપી જે. જે. સોલંકી, કે.એફ. ડામોર, સી.જી.જોશી, એપીપી કે.એમ.રાણા, એ.આર. તળપદા, વાય એસ ગોંસાઈ, એસ.એસ.પંડ્યા, જે.જી.ડોડીયા, કે.કે.ડાભી, આર. એ.ભાટીયા, પોલીસ કર્મીઓ, સરકારી વકીલ કચેરીનો સ્ટાફ, શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.



