GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરની શક્તિપરા પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષામાં ઝળહળતું પરિણામ

 

WAKANER:વાંકાનેરની શક્તિપરા પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષામાં ઝળહળતું પરિણામ

 

રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા લેવાતી નેશનલ મેરિટ કમ્સ મિન્સ સ્કોલરશીપ પરીક્ષા ( NMMS ) ના આજ રોજ જાહેર થયેલ પરિણામ માં વાંકાનેર તાલુકા માં પછાત અને ઝૂંપડપટી વાળા વિસ્તાર માં આવેલી શ્રી શક્તિપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું હતું.

શાળા ના બાંભવા હિતેશ મયાભાઈ ને 138 માર્ક,
જામ શુભાન સુમારભાઈ ને 142 માર્ક, દેત્રોજા વિજય બેચરભાઈ ને 127 માર્ક તેમજ નારેજા જુસબ ફિરોજભાઈ ને 120 માર્ક આવેલ છે. શાળા ના શિક્ષકો વિજયભાઈ અધારા, જીતુભાઈ ગોસ્વામી તેમજ જયશ્રીબેન ચાંડપા તથા આચાર્ય જીનેશભાઈ વખારીયા ના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીની શ્રેષ્ઠ પરિણામ આવેલ છે. તેમજ આ બધા વિદ્યાર્થીઓ મેરિટ માં આવવાની શક્યતા છે.મેરિટ માં આવનાર તમામ ને કેન્દ્ર સરકાર તરફ થી ધો 9 થી ધો 12 ના અભ્યાસ દરમ્યાન મહિને રૂ 1000 લેખે 4 વર્ષ ના કુલ રૂ 48000 સ્કોલરશીપ મળશે.

Back to top button
error: Content is protected !!