WAKANER વાંકાનેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે માથાભારે શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી

WAKANER વાંકાનેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે માથાભારે શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે માથાભારે શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
જેમાં શરીરસંબંધી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જુમ્મો ઉર્ફે અનવર કાળુ શેખ (રહે. ચંદ્રપુર નાળા પાસે, વાંકાનેર) દ્વારા સરકારી જમીન પર કરાયેલું આશરે 80 ચોરસ મીટરનું અનધિકૃત દબાણ દૂર કરાયું હતું. તે જ રીતે, મિલકત સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નવઘણ ભલુભાઈ વિકાની (રહે. નવાપરા દેવીપૂજક વાસ પાસે, વાંકાનેર) દ્વારા સરકારી જમીન પર કરાયેલું આશરે 80 ચોરસ ફૂટનું ગેરકાયદેસર દબાણ પણ હટાવવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા 10 લાખ રૂપિયાની સરકારી જગ્યા ઉપર નું દબાણ હટાવવાની કામગીરી વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને સિટી પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવી..







