MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર પંથકમાં તસ્કરોનો આતંક: રૂ.11 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી:વિન્ડ લાઇન કન્ડક્ટર ભારે નુકસાન

WAKANER:વાંકાનેર પંથકમાં તસ્કરોનો આતંક: રૂ.11 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી:વિન્ડ લાઇન કન્ડક્ટર ભારે નુકસાન

 

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ચાલતા સોલાર/વિન્ડ પાવર પ્રોજેક્ટમાં વિઠ્ઠલપર થી સમથેરવા સુધીના એસ.પી.ડી. સી. ૩૩ કેવી વિન્ડ લાઇનમાંથી અજાણ્યા શખ્સો દ્વારા ૧૧.૪ લાખના એલ્યુમિનિયમ વાયરની (કન્ડક્ટર) ની મોટા પાયે ચોરી તેમજ તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ શહેરમાં રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે રાધા રેસીડેન્સી -૦૨મા રહેતા અને ઓપેરા એનર્જી પ્રા.લી.માં એગ્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા જયેશભાઈ મધુભાઈ સાંજવા (ઉ.વ.૩૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઓપેરા કંપનીએ કલીન મેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન્સ લીમીટેડ કંપનીના પેટા કોન્ટ્રાકટ રાખી સોલાર/વિન્ડ થી વિધુત ઉત્પાદનનુ કામ વાકાનેર તાલુકામા ચાલે છે. અને વિજ પરીવહન માટે વધાસીયાથી સમથેરવા સુધીની લાઇન નાખવાનુ કામ ચાલુ હોય તે દરમ્યાન અલગ-અલગ તારીખોએ લાઇન માટે મુકાયેલ કુલ ૩૬૮૦ મીટર એલ્યુમિનિયમ વાયર (કન્ડક્ટર) (આશરે ૩૦૦૦ કિ.ગ્રા.), કિંમત રૂ. ૧૧,૦૪,૦૦૦/-, અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી લઈ જવામાં આવ્યો હોય અને સ્ટીંગીંગ (તાર ખેચેલ) કરેલ 33kv wind T/L Line conductor ૧૭૭૦ મીટર કિ.રૂ. ૫,૩૧, ૦૦૦/- હતો તે એલ્યુમિનિયમ વાયર (કંન્ડકટર) કોઇ કાપીને કટકા કરી નુકશાન કરી તારના કટકા મુકીને નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા  વાંકાનેર તાલુકા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!