વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૧૨ જુલાઈ :- ગુજરાત સરકાર દ્વારા “ મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦° અભિયાન અતર્ગત કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના તમામ ગામ અને શહેરી વિસ્તારમાં ૧૦૦૦ની વસતીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ ૨૦૨૭ સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા જિલ્લા આરોગ્ય તંત્ર સંકલ્પબદ્ધ છે. ત્યારે નલીયાની મોડેલ શાળા ખાતે ડેન્ગ્યુ વિરોધી માસ(જુલાઇ) અંતર્ગત બાળકોને સ્માર્ટબોર્ડ પર મચ્છરજન્ય રોગો અને મચ્છરના જીવનચક્રના વીડિઓ બતાવીને સમજણ આપવામાં આવી હતી. તથા પત્રિકાઓનું વિતરણ કરી ચોમાસાની ઋતુમાં ફેલાતા વાહકજન્ય રોગો બાબતે સમજણ આપવામાં આવી હતી.