GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરના ચિત્રાખડા પાસે બોલેરોમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

WAKANER:વાંકાનેરના ચિત્રાખડા પાસે બોલેરોમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

 

 

મોરબી : મોરબી એલસીબી દ્વારા વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ નજીક રોડ પરથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો રૂ.16 લાખનો વિદેશી દારૂ – બિયરનો જથ્થો ઝડપી પાડી કુલ 22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એલસીબીને બાતમી મળી હતી કે થાનગઢ તરફથી ઉંડવી વાળા રસ્તે થઈને એક બોલેરો પીકઅપ ગાડી (નં. GJ13AX 6305) લુણસર તરફ આવી રહી છે, જેમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ભરેલો છે. આ હકીકતના આધારે પોલીસે ચિત્રાખડા ગામ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન હકીકતવાળી બોલેરો ગાડી નીકળતા તેને રોકીને તલાશી લેવામાં આવી હતી, જેમાં રૂ. 6,48,000 ની કિંમતની 540 વ્હિસ્કીની બોટલ, રૂ. 9,60,000 ની કિંમતના 4464 નંગ બિયર ટીન મળી આવ્યાં હતા. આમ, દારૂ અને બિયર મળીને કુલ રૂ. 16,08,000 ની કિંમતનો જથ્થો તથા બોલેરો પીકઅપ ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 22,18,000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે ગાડીના ચાલક ભરતભાઈ હકાભાઈ ઝાલા અને તેની સાથે રહેલા પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલા (બંને રહે. વિજળીયા, જિ. સુરેન્દ્રનગર) ની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઈ ઝાલા તથા માલ મંગાવનાર ઈસમ ફરાર હોઈ તેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!