GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના જોધપર ગામે ઠપકો આપતા ઉશ્કેરાયેલા બે શખ્સોનો યુવક અને તેના પરિવાર પર હિંસક હુમલો

WAKANER:વાંકાનેરના જોધપર ગામે ઠપકો આપતા ઉશ્કેરાયેલા બે શખ્સોનો યુવક અને તેના પરિવાર પર હિંસક હુમલો

 

​વાંકાનેર: બાળકો વચ્ચેની સામાન્ય હેરાનગતિએ વાંકાનેરના જોધપર ગામે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પોતાના દીકરાને હેરાન કરતા હોવાની ફરિયાદ પાડોશીને કરવી એક ખેડૂત પરિવારને ભારે પડી છે. આરોપીઓએ ઉશ્કેરાઈને ફરિયાદીના માતા-પિતા અને પત્ની પર હુમલો કરી, વૃદ્ધાના હાથમાં ફેક્ચર કરી નાખ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.



​મળતી માહિતી મુજબ, જોધપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રિઝવાનભાઈ માહમદભાઈ શેરસીયા (૪૦) ના દીકરાને ગામના જ અબ્દુલભાઈ હુસેનભાઇ શેરસીયા અને મકબુલભાઈ હુસેનભાઇ શેરસીયાના દીકરાઓ અવારનવાર હેરાન કરતા હતા. આ બાબતે રિઝવાનભાઈએ પડોશમાં રહેતા ઈદ્રેશભાઈને વાત કરી હતી.આ વાતની જાણ આરોપીઓને થતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. રાત્રિના સમયે જ્યારે રિઝવાનભાઈ પોતાની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ તેમને રોકી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ મામલો વધુ બિચકતા આરોપીઓએ રિઝવાનભાઈના ઘરમાં ઘૂસી લાકડીઓ વડે હુમલો કર્યો હતો.​પરિવારના સભ્યોને થઈ ગંભીર ઈજાઓ આ હુમલામાં આરોપીઓએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી રિઝવાન ભાઈ માતા કમીબેનને લાકડી વડે ફટકારતા તેમને હાથે ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ છે.
​પિતા અને પત્ની પર હુમલો: ફરિયાદીના પિતા અને પત્નીને ધક્કે ચડાવી પાડી દેતા તેમને શરીરે મૂંઢ માર વાગ્યો છે.
​જાનથી મારી નાખવાની ધમકી: હુમલાખોરોએ રિઝવાનભાઈના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.પોલીસ કાર્યવાહી રિઝવાનભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અબ્દુલભાઈ શેરસીયા અને મકબુલભાઈ શેરસીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!