GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર દાતાઓના સહકારથી સર્વે મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવ: મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ

 

 

WAKANER:વાંકાનેર દાતાઓના સહકારથી સર્વે મુસ્લિમ સમૂહ લગ્ન મહોત્સવ: મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ

 

 

મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 5 એપ્રિલ 2026 ના રોજ સર્વે મુસ્લિમ સમાજ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં કુલ 11 જોડા લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.


આ સમૂહ લગ્ન મહોત્સવમાં દીકરીઓને ઘર સંસાર શરૂ કરવા માટે જરૂરી કરિયાવર દાતાઓના સહયોગથી આપવામાં આવશે. સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવેલ આ સહયોગ દીકરીઓના જીવનમાં નવી શરૂઆત માટે આશીર્વાદ સમાન સાબિત થશે.કાર્યક્રમ દરમિયાન દીકરીઓને કરિયાવર સ્વરૂપે સહાય કરનાર દાતાઓનું ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા શિલ્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના અનેક દાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપશે.
ખાસ વાત એ છે કે, મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પાસે પોતાનો એક પણ રૂપિયાનો બેંક બેલેન્સ નથી, છતાં સમાજના દાતાઓના ફંડફાળા અને સહયોગના કારણે આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના દાતાઓ ઉપસ્થિત રહી સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપશે. ટ્રસ્ટ દ્વારા વર્ષોથી પશુ-પક્ષી સેવા, માનવ સેવા અને જરૂરતમંદ દર્દીઓને મદદ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.ટ્રસ્ટ દ્વારા દાતાઓને દિલેર બની આગળ આવી આ પવિત્ર કાર્યમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેથી વધુ દીકરીઓના જીવનમાં ખુશીઓ ભરી શકાય.

Back to top button
error: Content is protected !!