GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને સબસેન્ટર પર ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી 

WAKANER:વાંકાનેર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને સબસેન્ટર પર ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી

 

 


૧૬મી મે ના રોજ સમગ્ર વિશ્વ માં ડેન્ગયુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે આજે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવેલ.


મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તે હેતુથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર રંગોળી ના માઘ્યમથી ડેન્ગયુથી બચવાનો સંદેશો આપવામાં આવેલ જેમાં પાડઘરા કોઠી અને તીથવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની રંગોળીએ લોકોનું ઘ્યાન ખેચેલ. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીઘેલ. તથા દરેક ગામમાં પત્રીકા વીતરણ કરવામાં આવેલ. જાહેર જગ્યાઓએ પોસ્ટર લગાડવામાં આવેલ જેથી લોકોમાં વાહકજન્ય રોગચાળા વીશે જાણી સ્યંમ પગલાઓ લઇ શકે.. સબસેન્ટર ના ગામોમાં મેલેરીયાના મચ્છર ઉત્પન કરતા પોરા નિદર્શન કરવામાં આવેલ તેમજ આવા પોરાનું ભક્ષણ કરતી ગપ્પીફીસ નિદર્શન કરવામાં આવેલ. તેમજ સઘન એન્ટીલાર્વલ કામગીરીકરવામાં આવેલ.


ડેન્ગયુ દિવસ ઉજવણને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા તથા તાલુકા મલ્ટીર્પપઝ હેલ્થ સુપરવાઇઝર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો ના મેડીકલ ઓફીસર અને તમામ સુપરવાઇઝભાઇઓ તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીઘેલ હતો..

Back to top button
error: Content is protected !!