રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
જીંદાલ સ્ટેનલેશ ક્રોમેની સ્ટીલ્સ લી. કંપની દ્વારા રતાડીયા થી વડાલા અને કુંદરોડી થી ગુંદાલાના રાજમાર્ગો પર અતિક્રમણ અને સ્થાનિક નજીકના ગ્રામજનોને નોકરી ધંધા રોજગાર થી વંચિત રખાતા હોઈ, તેમજ રતાડીયા અને કુંદરોડી વગેરે આજુબાજૂના ગામોની હવા, પાણી અને જમીનોના ઉપયોગમાં લેવાયા બાદ પણ કંપની દ્વારા સ્થાનિય વિસ્તારો માટે ખાસ કંઈ પણ યોગ્ય કાર્યો હાથ ધરવામાં આવતા ન હોઈ, અને જિંદાલ સ્ટેનલેશ ક્રોમેની સ્ટીલ્સ લી. કંપની દ્વારા ખાસ કરી રતાડીયા અને કુંદરોડી ગામો પ્રત્યે જાણે અન્યાયકારી વલણ અપાનાવાતું હોઈ તા.૦૧/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ વાગે થી રતાડીયા ગ્રામજનો અને કુંદરોડી ગ્રામજનો દ્વારા જિંદાલ સ્ટેનલેશ ક્રોમેની સ્ટીલ્સ લી. કંપની સામે કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર પર અનિશ્ચિતકાલિન ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સ્થાનિક રતાડીયા, કુંદરોડી વગેરે ગ્રામ્ય વિસ્તારના લોકોના બંધારણિય હક્ક અધિકાર માટેની ન્યાયની આ લડતમાં બહોળી સંખ્યામાં લોકોને જોડાવવા રતાડીયા-કુંદરોડી ગામના સરપંચ દ્વારા નમ્ર અપિલ કરવામાં આવી છે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)