GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં બાલક પાલક કાર્યક્રમ યોજાયો 80 બાળકોએ ભાગ લીધો

 

WAKANER:વાંકાનેરમાં બાલક પાલક કાર્યક્રમ યોજાયો 80 બાળકોએ ભાગ લીધો

 

ગત તારીખ 21 5 2025 ના રોજ આઇ.સી.ડી.એસ કચેરી વાંકાનેર ખાતે બાલક પાલક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ નું વાલીઓ, માતા-પિતા તેમજ જનસમુદાયને માહિતગાર કરવા તેમજ પ્રચાર પ્રસાર કરવાનો છે આ ઉપરાંત આંગણવાડીમાં બાળકોનું નામાંકન વધારવા તેમજ આવનાર બાળકો નિયમિત આવે તેના પ્રયાસ માટે બાળકો સાથે વાલીઓ પણ પ્રવૃત્તિમાં ભાગીદાર બને તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 80 બાળકો તેમજ તેના વાલીઓ હાજર રહેલા હતા અને પ્રવૃત્તિઓ કરેલ હતી. કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ જિલ્લા પી.એસ.સી એ હાજરી આપેલ હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર સીડીપીઓશ્રી તેમજ કચેરીના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!