BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો:ભરૂચ એસઓજી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર બાળ ચોરને પકડી પાડ્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસઓજી પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક બાળ ચોરને પકડી પાડ્યો છે. આ બાળક ભરૂચ શહેરના ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો.
એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આ બાળક તેના પિતા સાથે શિતલ સર્કલ બ્રીજ નીચે હાજર છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને બાળકને ઝડપી પાડ્યો. એટીએસ ચાર્ટર મુજબની કામગીરી અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચના મળ્યા બાદ એસઓજી ટીમે આ સફળતા મેળવી છે. બાળકને તેના પિતાની હાજરીમાં પકડીને વધુ તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે સી ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે બાળકની સંડોવણી અન્ય કેસોમાં છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.