GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર પોલીસની ખનીજ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક: ભેરડા ગામેથી ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

 

WAKANER વાંકાનેર પોલીસની ખનીજ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક: ભેરડા ગામેથી ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

 

વાંકાનેર: ગુજરાતમાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરી કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાયની સૂચનાથી વાંકાનેર તાલુકા પોલીસે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને ભેરડા ગામે વ્યાપક દરોડા પાડી અંદાજે રૂપિયા ૧.૭૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


​વાંકાનેર પોલીસનો કાફલો જ્યારે પેટ્રોલિંગમાં હતો, ત્યારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા શંકાસ્પદ વાહનો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ વાહનો પાસે રોયલ્ટી પાસ કે જરૂરી પરમિટ ન હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ ચોક્કસ બાતમીના આધારે ભેરડા ગામે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો.



​પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર ખનન અને વહનમાં સામેલ નીચે મુજબના વાહનો અને મશીનરી જપ્ત કરી છે:
​(૪) ડમ્પર (રજી. નં): (1.)GJ-36-V-9695( 2.)GJ-13-AW-8146 3. GJ-03-CU-0100 (4.)GJ-36-X-6009
​(૧) અસ્કેવેટર મશીન: કોમાન્ડ કંપનીનું હિટાચી/મશીન.
​કુલ જપ્ત કરાયેલ કિંમત: ₹૧,૭૦,૦૦,૦૦૦ (૧.૭૦ કરોડ)
​પોલીસ ટીમની કામગીરી ​આ સફળ કામગીરીમાં રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાય અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ:
​વાંકાનેર પી.આઈ. બી.વી. પટેલ,પી.એસ.આઈ. ડી.વી. ખાંભલા ​તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ જોડાયા હતા.
​પોલીસે તમામ વાહનોને એમ.વી. એક્ટ કલમ ૨૦૭ મુજબ ડિટેઇન કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સોંપ્યા છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે પંથકના ખનીજ ચોરો અને માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!