અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સાબરડેરીના વિરોધ વચ્ચે દૂધનો સદુપયોગ: સરડોઈમાં બાળકોને દૂધ વિતરણ કરાયું
અરવલ્લી જિલ્લામાં સાબરડેરીના ભાવફેર મુદ્દે ચાલી રહેલા વિરોધ દરમ્યાન, દૂધનો વેડફાટ ટાળવા અને તેનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સરડોઈ ગામના સાંઈ મહિલા ડેરીના સભાસદો દ્વારા પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે.દૂધ ન ભરીને વિરોધ નોંધાવતી સ્થિતિમાં પણ સમાજ સેવા માટે સમર્પિત રહી, સરડોઈ ગામની શ્રી એ.એમ. શાહ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિત્ય પોષણ માટે દૂધ વિતરણ કરવામાં આવ્યું.