યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું તેની સાથે 3 મહિનામાં પરણવું પડશે : અલ્હાબાદ હાઈકોર્ટ

એક શખ્સ દુષ્કર્મની સજામાં તો છૂટી ગયો પરંતુ તેને્ હવે દુષ્કર્મ પીડિતાને આજીવન રાખવાનો વારો આવ્યો. હકીકતમાં અલ્હાબાદ હાઈકોર્ટે એક દુષ્કર્મીને ફક્ત એવી શરતે છોડ્યો કે તેણે દુષ્કર્મી સાથે 3 મહિનાની અંદર લગ્ન કરવા પડશે જો લગ્ન નહીં કરે તો તેની સામે રેપનો કેસ ફરી ચાલશે. અલ્હાબાદ હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે બળાત્કાર, શોષણ અને પીડિતાના ફોટા ઓનલાઈન શેર કરવાના આરોપમાં 26 વર્ષીય પુરુષને આ શરતે જામીન આપ્યા કે “તે જામીન પર બહાર આવ્યાના ત્રણ મહિનાની અંદર 23 વર્ષીય મહિલા સાથે લગ્ન કરશે અને પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. 20 ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપતી વખતે જસ્ટિસકૃષ્ણ પહલે અવલોકન કર્યું: “બંધારણની કલમ 21 દ્વારા ગેરંટી આપવામાં આવેલ વ્યક્તિના જીવન અને સ્વતંત્રતાનો અધિકાર ફક્ત એટલા માટે છીનવી શકાય નહીં કારણ કે વ્યક્તિ પર ગુનો કરવાનો આરોપ છે જ્યાં સુધી વાજબી શંકાની બહાર દોષ સ્થાપિત ન થાય.”
રાજસ્થાનના સીકર જિલ્લાનો વતની 26 વર્ષીય યુવક ગયા વર્ષે એક સેન્ટરમાં કોચિંગ ક્લાસમાં જતો હતો જ્યાં પીડિતા પણ જતી હતી. તે પોલીસ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મે 2024 માં દાખલ કરાયેલી પોલીસ ફરિયાદમાં, મહિલાના પરિવારે જણાવ્યું હતું કે તે વર્ષે ફેબ્રુઆરીથી તેમની પુત્રી પર વારંવાર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ સામે IPC કલમ 376 (બળાત્કાર), 506 (ગુનાહિત ધાકધમકી) અને IT એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આરોપીની 21 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. ૩ ઓક્ટોબર, 2014ના રોજ, આગ્રા સેશન્સ કોર્ટના જસ્ટિસ વિવેક સાંગલે તેમની જામીન અરજી ફગાવી દીધી, જેના પગલે આરોપીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો. હાઈકોર્ટમાં કાર્યવાહી દરમિયાન, ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે અરજદારે મહિલાને યુપી પોલીસ વિભાગમાં નોકરી અપાવવાના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેણે તેના પર બળાત્કાર પણ કર્યો હતો અને તેમના ન્યૂડ વીડિયો જાહેર કરવાની ધમકી આપીને પીડિતા પાસેથી 9 લાખ પડાવ્યાં હતા.
હાઈકોર્ટની પરણવાની શરત સાથે આરોપી સંમત ન હોવાની ચર્ચા છે. એટલે કે આરોપીએ આ વાતનો ઈન્કાર કર્યો હતો. તે દુષ્કર્મ પીડિતા સાથે પરણવા માગતો નહોતો એટલે તેને હવે જેલમાં રહેવું પડી શકે છે.



