GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર એમ્બીટો ગ્રેનાઈટોમાં કામ કરતા શ્રમિક પરીવારની પત્ની ગુમ વાંકાનેર પોલીસે પરીવારની ફરીયાદ ધ્યાન નહીં લેતા એસપીને કરી રજુઆત

 

WAKANER:વાંકાનેર એમ્બીટો ગ્રેનાઈટોમાં કામ કરતા શ્રમિક પરીવારની પત્ની ગુમ વાંકાનેર પોલીસે પરીવારની ફરીયાદ ધ્યાન નહીં લેતા એસપીને કરી રજુઆત

 

 

વાંકાનેર પોલીસ શ્રમિક પરિવારની ફરીયાદને કાને નહીં લેતા એસપી કચેરીએ પહોંચી ફરીયાદ હવે ફરીયાદ નોંધશે ?

Oplus_131072

મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે જેમાં વાંકાનેર એમ્બીટો ગ્રેનાઈટોમાં કામ કરતા શ્રમિક પરીવારની પત્ની ગુમ થતાં તેમના પતિ વિકાસ મુરતસિંહ રાજપુતે વાંકાનેર પોલીસને તેમના પત્ની કોઈ અજાણ્યા શખ્સના બાઈક ઉપર ગુમ થયાની ફરીયાદ આપતા તેઓની ફરીયાદ ધ્યાને નહીં લેતા એસપી કચેરીના દ્વાર ખખડાવ્યા છે જેથી હાલ તો પરપ્રાંતિય પરીવારમાં ચિંતા વ્યાપી ગઇ છે અને તેમના એક ત્રણ વર્ષનો પુત્ર રૂદ્ર હોય તે પણ માતા વિહોણો બની ગયો હોય પિતા ઉપર આભ તુટી પડયુ હોય તેમ પત્નીની શોધખોળ કર્યા બાદ પણ પત્તો ન મળતા વાંકાનેર પોલીસને આ અંગે ફરીયાદ કરીને જાણ કરી હતી પરંતુ વાંકાનેર પોલીસે ફરીયાદને ઘોળીને પી જઈને ધ્યાને નહીં લેતા ગુમસુદા મામલો એસપી કચેરીએ પહોંચ્યો છે જ્યાં ગુમશુદા મહીલાના પતિએ એસપીના દ્વાર ખખડાવી તેમની પત્નીને શોધી આપવા વિનંતી સાથે માંગ કરી છે

Back to top button
error: Content is protected !!