
તા.૦૩.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની નગરાળામાં એનિમિયામુક્ત ભારત ના હેતુ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો
એનિમિયામુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે મેડીકલ કેમ્પ
આજરોજ તા.૦૩.૦૧.૨૦૨૫ ના માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના તેમજ ADHO તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ એનિમિયા મુક્ત ભારત અંતર્ગત કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું તેમાં પ્રા આ કેન્દ્ર ના વિસ્તાર ના સગર્ભા બેનો તેમજ એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ૧૧ થી ૧૯ વર્ષ ની કિશોરીઓના લોહીના નમૂના હિમોગ્લોબિન માટે લેવા આવ્યા સદર કાર્યક્રમ પાટણ મેડીકલ કોલેજ મેડિકલ વિધાર્થી તેમજ મેડિકલ ઓફિસર દાહોદ માં એનિમીયાનું પ્રમાણ કેમ્ ઓછું છે? તેના કારણ શોધવા સગર્ભા માતાઓ અને કિશોરીઓના બ્લડ સેમ્પલ કલેક્શન કરી રાજકોટ એમ્સ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવશે અને એનીમિયા નું સાચું કારણ શું છે તેનાં ઉપર અભ્યાસ કરવામાં આવશે આ કેમ્પ ની અંદર ૬૦ સગર્ભાઓ અને ૬૦ કિશોરીઓ ના લોહીના નમૂના લેવામાં આવ્યા નમૂના લઈ તેઓને શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું હોવું જોઇએ તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી, આયર્ન ફોલિક ની ગોળીઓ વિશે તેમજ પોષણ યુક્ત ખોરાક વિશે સમજ આપવામા આવી,સદર કાર્યક્રમ માં તાલુકા હેલ્થ ઓફિસર,phc ના મેડિકલ ઓફિસર,phc નો સ્ટાફ,CHO,MPHW,FHW,LT,RBSK TEAM, ખિલખિલાટ ટીમ હાજર રહ્યા હતા




