GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:મુંબઈના દાતાશ્રીઓ તરફથી દીઘલિયા પ્રાથમિક શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી.

WAKANER:મુંબઈના દાતાશ્રીઓ તરફથી દીઘલિયા પ્રાથમિક શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી.

 

 

તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ મુંબઈના દાતાશ્રીઓ બીજલબેન જગડ, શ્રી મહિન્દ્રાભાઈ ગડા અને એમના સાથીદારો તરફથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મુંબઈના દાતાશ્રીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા કુલ ૧૩૮ સ્કૂલબેગ ભેટ સ્વરૂપે મોકલી હતી. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોના હસ્તે શાળાના ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. રંગીન અને આકર્ષક સ્કૂલબેગ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરાઓ પર અનેરી ખુશી જોવા મળી હતી. દીઘલિયા પ્રાથમિક શાળાના ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવા બદલ આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ મુંબઈના દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!