GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર: વીન્ડ-સોલાર પ્રોજેક્ટના વાયર ચોરતી ગેંગનો પર્દાફાશ, 5 શખ્સો રૂ14.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

WAKANER:વાંકાનેર: વીન્ડ-સોલાર પ્રોજેક્ટના વાયર ચોરતી ગેંગનો પર્દાફાશ, 5 શખ્સો ₹14.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

 

​મોરબી LCBની ટીમે બાતમીના આધારે રાતીદેવડી બાયપાસ પાસેના ભંગારના ડેલામાં દરોડો પાડી આરોપીઓને દબોચી લીધા



વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીન્ડ અને સોલાર એનર્જીના પ્રોજેક્ટ્સમાં ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરતી સક્રિય ગેંગને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઝડપી પાડી છે. પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાઉ એલ્યુમિનિયમ વાયર સહિત કુલ રૂપિયા 14,13,600/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​વાંકાનેર પંથકમાં ‘કલીનમેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન લીમી.’ કંપની દ્વારા પવનચક્કી અને સોલારની 33kv લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામના પેટા કોન્ટ્રાક્ટર ‘ઓપેરા એનર્જી પ્રા.લી.’ દ્વારા સીમ વિસ્તારમાં નાખવામાં આવેલા મોંઘા એલ્યુમિનિયમ વાયરોની અજાણ્યા તત્વો દ્વારા ચોરી કરવામાં આવી હતી. તસ્કરોએ અંદાજે 3,680 મીટર (3000 કિલો) વાયર કાપીને ચોરી કરી હતી, જેની બજાર કિંમત ₹11.04 લાખ જેટલી થવા જાય છે. આ ઉપરાંત અન્ય ₹5.31 લાખના વાયર કાપીને નુકસાન પણ પહોંચાડ્યું હતું.​LCBની ટીમની સફળ કામગીરી આ વણશોધાયેલ ગુનાને ઉકેલવા માટે મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો કાર્યરત હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસને માહિતી મળી હતી કે, વાંકાનેર રાતીદેવડી બાયપાસ પર પંચાસર ચોકડી નજીક આવેલા ‘ઇન્ડીયન પ્લાસ્ટીક’ નામના ભંગારના ડેલામાં આ ચોરીનો માલ છુપાવવામાં આવ્યો છે.​પોલીસે તુરંત દરોડો પાડીને ચોરી કરનાર ગેંગના 4 સભ્યો અને ચોરીનો માલ રાખનાર ડેલાના માલિક સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
કુકાભાઇ ઉર્ફે કુકો મનજીભાઇ ડાભી (રહે. વિનયગઢ, વાંકાનેર) શૈલેષભાઇ રમેશભાઇ ગણાદીયા (રહે. સતાપર, વાંકાનેર) ​કરણભાઇ ઉર્ફે સંજય રાજાભાઇ ગણાદીયા (રહે. સતાપર, વાંકાનેર) ભુરાભાઇ માલાભાઇ સરૈયા (રહે. હીરાણા, થાનગઢ) હુશેનભાઇ વલીમામદભાઇ કાસમાણી (રહે. ચંદ્રપુર, વાંકાનેર – મુદ્દામાલ રાખનાર) ​હાલમાં મોરબી LCB દ્વારા તમામ આરોપીઓ અને મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!